Operation Sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પો પર કર્યો હુમલો, PM મોદી રાખી રહ્યા છે નજર પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન છે બનાવ્યા . ભારતીય સેનાએ સરહદ પાર કર્યા વિના આ હુમલો કર્યો છે. આ ઓપરેશનને સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “થોડા સમય પહેલા ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.”
સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહીમાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારતે લક્ષ્યો પસંદ કરવામાં અને તેનો નાશ કરવામાં ખૂબ જ સંયમ દાખવ્યો છે. પહલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાના પગલે આ પગલાં લેવામાં આવ્યા છે. જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા. આ કામગીરી સંબંધિત દરેક ક્ષણની અપડેટ વાંચો.