Vapi : GIDCમાં આવેલી હેમા ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં એક ટેન્કમાં લીકેજ ટેસ્ટિંગ દરમિયાન મોટો અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો.
ઘટના વખતે કંપનીમાં વેક્યુમ પ્રેસરથી ટેન્કનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન અચાનક ટેન્કનું તળિયું મોટા ધડાકા સાથે છૂટું પડી ગયું હતું. બ્લાસ્ટના અવાજથી આજુબાજુની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
આસપાસની કંપનીઓના કર્મચારીઓ અને અગ્રણીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હેમા કંપનીના શિફ્ટ મેનેજરે જણાવ્યા મુજબ, ટેસ્ટિંગ દરમિયાન કામ કરી રહેલા તમામ કર્મચારીઓ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
GIDC ના ઉચ્ચ અધિકારીઓ, ઔદ્યોગિક એકમ સેફ્ટી અધિકારી અને તેમની ટીમે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો..
- મહેસાણામાં AAPએ નવી રણનીતિ બનાવી, સંગઠન વધુ મજબૂત થાય એવા પગલાં લેવામાં આવશે: AAP
- CM Bhupendra patelના દિશા નિર્દેશનમાં સી. એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ GPIની પહેલ
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?





