Gujarat : નડિયાદમાં સંતરામ રોડ પર રાતના સમયે 24 વર્ષિય હિતેશ વાઘેલાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાના આરોપી હરીશ ઉર્ફે યોગો કાંગસિયા અને કરણ મારવાડીને પોલીસે સંતરામનગર પાસેથી ઝડપી પાડ્યા છે. બંનેને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.
રવિવારની મોડી સાંજે મિત્રોએ જન્મદિવસ ઉજવ્યા બાદ સોમવાર શરૂ થયાની રાત્રે નડિયાદ સંતરામ ભાગોળે રહેતા હિતેશ વાઘેલા નામના યુવકની સંતરામ રોડ પર હત્યા કરી નાખવામાં આવી હતી. હરીશ ઉર્ફે યોગો કાંગસીયા અને કરણ મારવાડીએ અશોક સાથે જમવા બાબતની તકરાર કરી અને બાદમાં આ મામલે બંને રીક્ષા લઈને આવ્યા અને દરમિયાન સંતરામ રોડ પર હિતેશ અને અશોક સરગરા સાથે તકરાર કરી હતી.

જે દરમિયાન હરીશે ચક્કા વડે હિતેશ પર હુમલો કર્યો હતો અને હિતેશનું ઢીમ ઢાળી દીધુ હતુ. પોતે માફીયા હોવાનો રોફ કરતો હરીશ ઉર્ફે યોગાએ પોલીસ અને કાયદાનો જાણે ડર જ ન હોય તેમ બજાર વચ્ચે યુવકની હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે હિતેશના ભાઈની ફરીયાદ લીધી હતી અને અશોક સરગરાએ સ્થળ પરની બિના વર્ણવી હતી. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી આરોપી હરીશ અને કરણને ઝડપી પાડ્યા છે અને કોર્ટમાં રજૂ કરતા બંનેના 1 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.
શું હતો મામલો?
મૃતકના કુટુંબી ભાઈ યોગેશ વાઘેલાનો જન્મદિવસ હતો અને અશોક સરગરા, રાકેશ વાઘેલા, ભાવેશ વાઘેલા, ભરત વાઘેલા, રાહુલ વાઘેલા, અજય સરગરા, કેયુર પટેલ, હરીશ ઉર્ફે યોગો કાંગસીયાએ તમામે ભેગા મળી કેક કાપી હતી. બાદમાં હરીશે જમવા જવાનું જણાવ્યુ હતુ. જેથી રાકેશ, હરીશ અને અશોક જમવા ગયા હતા. જ્યાં દુકાનો બંધ હોવાથી તેઓ પરત આવ્યા હતા અને હરીશને માઈ મંદિરના ખાંચા પાસે ઉતાર્યો હતો. હરીશ અહીંયાથી ચાલતા બસ સ્ટેન્ડ તરફ ગયો અને બાદમાં અશોકને ફોન કરી મને જમાડ્યા વગર મુકીને જતા રહ્યા તેમ કહી ગાળો બોલતો હતો. બાદમાં અશોક અને રાકેશ બસ સ્ટેન્ડ પાસે તેને મળવા ગયા ત્યાં પણ આ હરીશ ગાળો બોલ્યો હતો. જેથી બંને પરત પોતાના ફળિયા પાસે આવી ગયા હતા. આ વખતે અશોકની સાથે હિતેશ, ભાલેશ, રાકેશ અને કેયુર બેઠા હતા. દરમિયાન આ હરીશ રીક્ષામાં પાછળ બેસીને આવ્યો હતો. તેમજ કરણ મારવાડી રીક્ષા ચલાવતો હતો. બંનેએ ગાળો બોલતા હોય, હિતેશે તેમને ગાળો બોલવાની ના પાડી હતી. ત્યાંથી આરોપીઓ રીક્ષા લઈને સંતરામ તરફ નીકળતા હિતેશ અને અશોક બંને પાછળ ગયા હતા. દરમિયાન પુનઃ માથાકૂટ થઈ અને કરણે હિતેશને પકડી રાખ્યો અને હરીશે છરાથી હુમલો કર્યો હતો. જેમાં હિતેશનું મોત થયુ છે.
ગુનાહીત માનસિકતા તેની સો.મીડિયા પોસ્ટમાં પણ દેખાઈ

આ તરફ 27 એપ્રિલના રોજ હરીશ કાંગસિયાએ પોતાના ફોટા સાથે એક ડાયલોગ મુક્યો છે. જેની લાઈન છે, ‘હમ તુમ્હે મારેંગે ઔર જરૂર મારેંગે, લેકિન વો બંદૂક ભી હમારી હોગી, વો ગોલી ભી હમારી હોગી ઔર વો વક્ત ફી હમારા હોગા..’ આ પોસ્ટમાં તે પોતે સિગરેટ પિતો તલાટી બાગમાં ઉભો છે અને આ ડાયલોગ મુક્યો છે. જેથી તેની ગુનાહિત માનસિતા સો.મીડિયાની પોસ્ટમાં પણ દેખાઈ છે. આ સિવાય તેની અનેક પોસ્ટમાં માફીયા હોય તે મુજબના ગીતો મુકવાની સાથે પોતે ખલનાયક હોવાનો રૌફ કરી રહ્યો છે.
આ પણ વાંચો..
- ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ નજીક હવાઈ અભ્યાસ કરશે, ભારતે NOTAM જારી કર્યો
- Pope election: પોપની ચૂંટણી આજથી શરૂ, 71 દેશોના 133 કાર્ડિનલ્સ ભાગ લેશે; પ્રાદેશિક પ્રાથમિકતાઓનો પ્રભાવ પડશે
- India-uk: ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર થશે, બંને દેશો વચ્ચે કરાર થયો; જાણો કઈ વસ્તુઓ સસ્તી થશે
- Password: ૧૯૦૦ કરોડથી વધુ લોકોના પાસવર્ડ ચોરાઈ ગયા! તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં તે તપાસો
- Mock drill: 7 મેના રોજ યુદ્ધનું સાયરન વાગે ત્યારે ડરશો નહીં, મોકડ્રીલ સમયે તમારે શું કરવું જોઈએ? જાણો દરેક સવાલનો જવાબ