આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતભરમાં તમામ સ્તરે મજબૂત થઈ રહી છે. હાલ જમીની સ્તર પર આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત સંગઠન બનાવી ચૂકી છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતની અલગ અલગ નગરપાલિકાઓમાં પણ હવે પોતાનું સ્થાન જમાવી રહી છે. આજે કરજણ નગરપાલિકા મુદ્દે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, દક્ષિણ ઝોન કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા તથા દક્ષિણ ઝોન પ્રભારી રામ ધડુકના દિશા નિર્દેશ અનુસાર કરજણ નગરપાલિકામાં વિપક્ષના નેતા અને વિપક્ષ દંડકની જવાબદારી સોંપવામાં આવી છે.
કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર 7ના ભરતભાઈ અટલીયાને મુખ્ય વિપક્ષ નેતાની જવાબદારી સોંપવામાં આવી છે અને વોર્ડ નંબર 4ના ભુપેન્દ્રભાઈ પરમારને વિપક્ષ દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત તમામ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આમ આદમી પાર્ટી કરજણ નગરપાલિકામાં પૂરી મજબૂતીથી વિપક્ષની ભૂમિકા નિભાવશે તથા ભરતભાઈ અટલીયા અને ભુપેન્દ્રભાઈ પરમાર કરજણની જનતા માટે હંમેશા ઉમદા કામગીરી કરશે.