Gujarat Weather: ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જે પછી 11 થી 20 મે સુધી પવનની ગતિ વધુ રહેશે. 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આ વખતે ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચે તેવી શક્યતા છે.
આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે?
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાનની સ્થિતિ એવી જ રહેશે. IMD ની આગાહી મુજબ 5 મે થી 9 મે, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે વીજળી સાથે વાવાજોડાની પણ શક્યતા છે.આ પછી હવામાન બદલાઈ શકે છે.