Gujarat Board Result: ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહ વર્ષ 2025નું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 83.51 ટકા પરિણામ તો સામાન્ય પ્રવાહનું ૯૩.૭ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 93.7 ટકા પરિણામ જાહેર કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 87 ટકા સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે.

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામ જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.91 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે આવ્યો છે.

ધોરણ 12 સાયન્સ કોમર્સના રીઝલ્ટ પહેલા જ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો છે. પરીક્ષામાં સફળ થનારા અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપ્યા છે. સફળ ન થનારા વિદ્યાર્થીઓને એક મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે. તેવું કહી ડિપ્રેશનમાં ન આવવાની અપીલ કરી છે. અસફળ થયેલા વિદ્યાર્થી કાલે સફળ થશે તે માટે હું તેમને અભિનંદન પાઠવું છું.