ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે.
GSEB Class 12th HSC Result 2025 : અમદાવાદ (ગુજરાત). ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4 લાખ 23 હજાર 909 અને સાયન્સમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થી નોંધાયા હતા. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. (GSEB Gujarat HSC Result 2025 Live Updates: ધોરણ 12 બોર્ડ પરીક્ષાના પરિણામ આજે જાહેર થશે)]

વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.