શરીર માટે જરૂરી આવશ્યક પોષક તત્વ વિટામિન B12 છે. જેના વિશે ઘણી અફવાઓ અને ગેરમાન્યતાઓ ફેલાયેલી છે.  

પહેલી ગેરસમજ છે ફક્ત શાકાહારીઓ જ વિટામિન B12 ની ઉણપથી પીડાય છે. આ સૌથી સામાન્ય માન્યતા છે પરંતુ તે સંપૂર્ણપણે સાચી નથી.  

વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીઓમાંથી મેળવાતી ખાદ્ય વસ્તુઓ, જેમ કે દૂધ, દહીં, ઈંડા, માંસ વગેરેમાં મળે છે.  

ક્યારેક આ ઉણપ માંસાહારીઓમાં પણ જોવા મળે છે, ખાસ કરીને એવા લોકો જેમનું પાચનતંત્ર આ વિટામિનને યોગ્ય રીતે શોષી શકતું નથી.  

ઘણા લોકો માને છે કે વિટામિન B12 લીલા શાકભાજીમાં પણ મળે છે  

પરંતુ આ સંપૂર્ણપણે એક ગેર માન્યતા છે. લીલા શાકભાજી ચોક્કસપણે વિટામિન અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે  

પરંતુ તેમાં વિટામિન B12 જોવા મળતું નથી. આ વિટામિન ફક્ત પ્રાણી આધારિત ઉત્પાદનોમાં જ જોવા મળે છે.