Gujarat : બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી બરોડા ડેરીની ચૂંટણી માટે ભાવ વધારો કરાયાના આક્ષેપ કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.
તાજેતરમાં બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો પાછો ખેંચવા આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મકરપુરા બરોડા ડેરી ખાતે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલ, હોદ્દેદારો, કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ભાવ વધારો પાછો ખેંચો, મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ જાગો જેવા પોસ્ટર-પ્લેકાર્ડ સાથે દેખાવો યોજ્યો હતો.
અને હાય રે ભાજપ હાય હાય, ભાજપ સરકારની તાનાશાહી નહીં ચાલે તેવા સૂત્રોચાર સાથે થાળી વેલણ વગાડી વિરોધ કરી બરોડા ડેરીના એમડી અજય જોશીને ભાવ વધારો પાછો ખેંચવા આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી. આ સમયે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોને ડેરીમાં પ્રવેશ ન મળતા એમડી સમક્ષ હોબાળો મચાવી ઘાસચારો, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી અને માત્ર બરોડા ડેરીની ચૂંટણીના કારણે ભાવ વધારો કર્યો છે તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.
આ પણ વાંચો..
- ઉનાળાના વેકેશનમાં Gujaratમાં 1400 વધારાની બસો દોડશે, જાણો તેનો રૂટ
- Gujarat: મિલકતના દસ્તાવેજોની નોંધણીમાં નવો નિયમ, જો પાલન ન થયું તો IT તરફથી આવશે નોટિસ
- Gujaratના 19 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી, IMDએ જણાવ્યું આગામી 5 દિવસ હવામાન
- પહલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી… કેન્દ્રીય મંત્રી C R Patilએ સુરતમાં શપથ લીધા
- Ahmedabad: ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને આશ્રય આપનાર Lalla Bihari 6 દિવસના રિમાન્ડ પર