CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ પરિણામ: છેલ્લી 2 સતત મેચમાં જીતથી દૂર રહેલ પંજાબ કિંગ્સે આખરે વાપસી કરી અને ટીમ છઠ્ઠી જીત સાથે પ્લેઓફની નજીક પહોંચી ગઈ. જ્યારે 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ આ સિઝનમાં બહાર થનારી પ્રથમ ટીમ બની છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025 માંથી બહાર થઈ જશે. ચેપોક સ્ટેડિયમ, જે અગાઉ સૌથી મજબૂત કિલ્લો હતો, તે ખરાબ રીતે તૂટી ગયું છે. આ સિઝનમાં ઘણી મેચ હારી ચૂકેલી ચેન્નાઈને હવે ઘરઆંગણે સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. ૩૦ એપ્રિલ, બુધવારના રોજ ચેપોક ખાતે રમાયેલી મેચમાં, શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ પંજાબ કિંગ્સે ફરી એકવાર આ મેદાન પર યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સને ૪ વિકેટથી હરાવ્યું. યુઝવેન્દ્ર ચહલની ઐતિહાસિક હેટ્રિક અને શ્રેયસ ઐયરની શાનદાર અડધી સદીની મદદથી પંજાબે છઠ્ઠી જીત નોંધાવી. આ સિઝનમાં 8મી હાર સાથે, ચેન્નાઈ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની.