Kutch જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ 21 ટાપુઓ આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે લોકો અવર-જવર કરે છે.
રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.
રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. આ જાહેરનામું 26 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે.
કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ 21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો..
- LoC પર ભારતની કાર્યવાહીથી ડરીને પાકિસ્તાની સૈનિકો બંકરોમાં છુપાઈ ગયા
- Adani green energy એ વોરંટ કન્વર્ઝન પર આર્ડોરને 44.9 લાખ શેર આપ્યા, 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
- મોટી જાહેરાત, IPL ની જેમ વધુ એક T20 લીગ શરૂ થવા જઈ રહી છે, જાણો કેટલી ટીમો ભાગ લેશે?
- ‘અમારી કામગીરી ક્ષમતાઓમાં સતત વધારો’, Adani power limited એ નાણાકીય વર્ષ 2024-25 માટે Q4 નાણાકીય પરિણામો જાહેર કર્યા
- Russia માં વિજય દિવસ પરેડમાં PM મોદી હાજરી નહીં આપે, રાજનાથ સિંહને મોકલવામાં આવશે