Aam Admi Partyના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhaviએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની વિચારધારા ગુજરાતમાં ખૂબ જ તેજીથી ફેલાઈ રહી છે. ગરીબો, વંચિતો, શોષીતો શ્રમિકો, લોઅર મીડલ ક્લાસ મોટી સંખ્યામાં આજે Aam Admi Partyથી પ્રેરિત થઈને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે અમારી સાથે શ્રમિકો અને મજૂરો માટે છેલ્લા દસ બાર વર્ષથી સતત કામ કરતાં મજૂરોનો અવાજ ઉઠાવતા અને સેંકડો મજૂરો સભ્ય હોય એવા યુનિયનના લીડર મુકેશ પરમાર આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

સાથે સાથે શ્રમિકો અને મજૂરો માટે ખૂબ જ મહેનત કરીને એમને ન્યાય મળે તે માટે સતત કામ કરતાં રાજેશભાઈ પરમાર પણ Aam Admi Partyમાં જોડાયા છે. આજે આ બંને આગેવાનો 100 થી વધુ પોતાના સભ્યો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ મજબૂત બની રહી છે. શ્રમિકો અને મજૂરો માટે આમ આદમી પાર્ટીનું શ્રમિક સંગઠન વધુ મજબૂત અવાજ ઉઠાવશે. તમામ ઇન્ડસ્ટ્રીમાં જે મજૂરો કામ કરી રહ્યા છે તે લોકોના પગારની વાત હોય, પાણી અને હવાના કારણે મજૂરોને જે રોગો થઈ રહ્યા છે તે પ્રદૂષણની વાત હોય, તેમના કામકાજની પરિસ્થિતિ અને તેમની માંગો મુદ્દે આમ આદમી પાર્ટીનું શ્રમિક અને મજૂર સંગઠન આગામી સમયમાં લડત લડશે.