Gujarat Weather: ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી આકરી ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અનેક જગ્યાએ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે Gujarat રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. પાંચ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી, પરંતુ તે પછી તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 48 કલાક સુધી તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી છે. 30 એપ્રિલથી 3 મે દરમિયાન કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હીટવેવ ચેતવણી

હવામાન વિભાગે 30 એપ્રિલથી 3 મે સુધીનું અપડેટ આપતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેશે. આ સાથે જ કચ્છની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

તાપમાન શું નોંધાયું હતું?

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. આ સાથે ભુજમાં 43.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી અને ડીસામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી અને સુરતમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પોરબંદરમાં 23.1 ડિગ્રી નોંધાયું હતું.

ગાંધીધામમાં 38 ડિગ્રી, જામનગરમાં 38 ડિગ્રી, જૂનાગઢમાં 36 ડિગ્રી, ઉનામાં 34 ડિગ્રી, મહેસાણામાં 39 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, સુરતમાં 3 ડિગ્રી સેલ્સિયસ, વલસાડમાં 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ થઈ શકે છે. સેલ્સિયસ.