આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં પોતાના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે ઠેર ઠેર મિટિંગો અને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. હાલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સહપ્રભારી દુર્ગેશ પાઠક સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ કરી રહ્યા છે. સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને સહપ્રભારી દુર્ગેશ પાઠકે આજે ભરૂચ અને બારડોલીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભરૂચ અને બારડોલી ખાતે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા, ઝોન ઓબ્ઝર્વર સુરેન્દ્ર ભારદ્વાજ ઝોન પ્રભારી રામ ધડુક સહિત સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સહપ્રભારી દુર્ગેશ પાઠકે આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ રણનીતિઓ પર ચર્ચા કરી અને સંગઠનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર તમામ હોદ્દેદારોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા. હાલ આમ આદમી પાર્ટી(AAP)ભરૂચ અને બારડોલીમાં પણ ખૂબ જ મજબૂત રીતે સંગઠન બનાવી રહી છે તેને જોઈને બંને પ્રભારીઓએ સંગઠનની કામગીરીને બિરદાવી અને તમામ લોકોને મજબૂત કામ કરતા રહેવા માટે પ્રોત્સાહન આપ્યું. પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સહપ્રભારી દુર્ગેશ પાઠક આવતીકાલે સુરત, નવસારી અને વલસાડ ખાતે કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ મિટિંગ કરશે.