Rajkotથી કૌશલસિંઘ સોલંકીનો અહેવાલ..
Rajkot : ઉપલેટા તાલુકાના જાર ગામે ગેરકાયદેસર ધમધમતી લાઈમ સ્ટોન ચોરી ઉપર ધોરાજી પ્રાંત અધિકારી ગત રાત્રે ત્રાટકતા લાઈમ સ્ટોન ચોરી કરતા શખ્સોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. 20 લાખ રૂપીયાનો મુદામાલ સીઝ કરી ભાયાવદર પોલીસને હવાલે કયો હર્તો.

પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ધોરાજી પ્રાંત અધિકારી એન.એમ. તરખાલાતે ખાનગી વ્યકિત દ્વારા ચોકકસ મળેલી બાતમી આધારે ગતરાત્રે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતાને સાથે રાખી જાર ગામે બિલ્ડીંગ લાઈમ સ્ટોનની ધમધમતી ગેરકાયદે ચકરડીઓ ઉપર ઘોસ બોલાવી ગેરકાયદે રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન કાઢવા માટે છ ચકરડી મશીન, બે ડીઝલ જનરેટર, એક ટેકટર ટ્રોલી નં. જી.જે.11 બી.એચ. 7245 મળી કુલ 20 લાખ રૂપીયાના મુદામાલ સીઝ કરી ભાયાવદર પોલીસને સોપી આપ્યો હતો.
આગળની કાર્યવાહી માટે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ એસ.ડી. સેડવા લાઇમ સુપરવાઈઝર એચ.કે. ગઢવી, સર્વેયર ડી.જી. સાનીયા, સહિતને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. ઘણા લાંબા સમય બાદ લાઇમ સ્ટોન ઉપર પ્રાંત અધિકારીએ ઘોંસ બોલાવતા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન ચોરી કરતા શખ્સોમાં ભય પેસી ગયો હતો.
ઉપલેટા તાલુકાના જાર ગામે ગેરકાયદેસર ધમધમતી લાઈમ સ્ટોન ચોરી ઉપર ધોરાજી પ્રાંત અધિકારી ગત રાત્રે ત્રાટકતા લાઈમ સ્ટોન ચોરી કરતા શખ્સોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

20 લાખ રૂપીયાનો મુદામાલ સીઝ કરી ભાયાવદર પોલીસને હવાલે કયો હર્તો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ધોરાજી પ્રાંત અધિકારી એન.એમ. તરખાલાતે ખાનગી વ્યકિત દ્વારા ચોકકસ મળેલી બાતમી આધારે ગતરાત્રે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતાને સાથે રાખી જાર ગામે બિલ્ડીંગ લાઈમ સ્ટોનની ધમધમતી ગેરકાયદે ચકરડીઓ ઉપર ઘોસ બોલાવી ગેરકાયદે રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન કાઢવા માટે છ ચકરડી મશીન, બે ડીઝલ જનરેટર, એક ટેકટર ટ્રોલી નં. જી.જે.11 બી.એચ. 7245 મળી કુલ 20 લાખ રૂપીયાના મુદામાલ સીઝ કરી ભાયાવદર પોલીસને સોપી આપ્યોહતો.
આગળની કાર્યવાહી માટે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ એસ.ડી. સેડવા લાઇમ સુપરવાઈઝર એચ.કે. ગઢવી, સર્વેયર ડી.જી. સાનીયા, સહિતને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. ઘણા લાંબા સમય બાદ લાઇમ સ્ટોન ઉપર પ્રાંત અધિકારીએ ઘોંસ બોલાવતા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન ચોરી કરતા શખ્સોમાં ભય પેસી ગયો હતો.
આ પણ વાંચો..
- Pakistanનું આગામી વિભાજન પાણી પર થશે? જાણો કેમ સિંધના લોકો રસ્તા પર ઉતર્યા
- Mirzapur ના ચાહકો માટે હૃદયદ્રાવક સમાચાર, બે મહિનામાં કંઈક મોટું થવાનું છે
- Pm Modi: સેનાએ લક્ષ્ય અને સમય નક્કી કરવો જોઈએ… ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમ મોદીનો સીધો સંદેશ
- Akshay trutiya: કાલે અક્ષય તૃતીયા, પૂજા અને ખરીદી કરવાનો શુભ સમય જાણો
- Canada: ટેરિફ યુદ્ધ અને 51મું રાજ્ય બનાવવાની ધમકી, ટ્રમ્પની જાહેરાત કેનેડિયન ચૂંટણીઓમાં કેવી અસર કરી?