Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Suratમાં ભાઈબીજના દિવસે નાના વિવાદમાં એક વ્યક્તિએ સાળાની હત્યા કરી
- Gujaratના તાપી જિલ્લામાં પાર્ક કરેલા ટ્રક સાથે ટેમ્પો અથડાતા દંપતીના મોત
- Andhra pradeshના કુર્નૂલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં બસમાં આગ લાગતાં 20 મુસાફરો જીવતા ભડથું
- Horoscope: કેવો રહેશે આજનો દિવસ? જાણો ફક્ત એક ક્લિક પર
- Sheikh haseenaના પુત્રએ અવામી લીગ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરતા કહ્યું કે ફક્ત સમાવેશી ચૂંટણીઓ જ સ્થિરતા પ્રદાન કરી શકે





