Ahmedabad News: કાશ્મીરના પહલગામ હુમલા બાદ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો અમુક રાજ્યોએ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાત અવ્વલ નંબર પર છે. ગુજરાતના શહેર અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
આ દરમ્યાન અમદાવાદના Chandola Talav ડિમોલિશનનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ, અરજદારોએ કહ્યું- કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશનપાસે મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની 11 વાગ્યે સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદના પોલીસે Chandola Talav પાસેથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે. સોમવાર રાત્રિથી જ Chandola Talav પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને તર્કો ગોઠવી દેવામાં આવ્યા હતા.ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ 2000થી વધુ જવાનો તૈનાત કરાયા છે
મળતી માહિતી અનુસાર ચંડોળામાં ભવ્ય બંગલા બનાવનાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં. આ ઉપરાંત તેના ઘરમાંથી ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી પણ મળી આવી છે. હાલમાં લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરીને બંને જણાને ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યાં છે.
ચંડોળા ઓપરેશન ક્લીનને બડા ચંડોળા, શાહેઆલમ, નવાબનગર અને ફુલગીરીના છાપરાના 18 રહેવાસીઓએ રાતોરાત હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજદારોએ 60 વર્ષથી ચંડોળા પાસે રહેવાનો દાવો કર્યો છે.