Ahmedabad: પહલગામ હુમલા બાદ દેશભરમાંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમદાવાદના મીની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બુલડોઝરની કાર્યવાહીમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 80 JCB, 60 ડમ્પરથી કાર્યવાહી કરાશે. અમદાવાદના તમામ સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા બાદ બાંગ્લાદેશીઓ બાદ હવે દબાણો પર AMC એ ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે, ગઈકાલે ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મિલકતોના વીજ કનેકશન કાપી નંખાયા હતા. તેમદ મોડી રાતથી ક્રાઈમબ્રાંચે ચંડોળા તળાવ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. AMCની સોલિડ વેસ્ટ અને ઈજનેર વિભાગની તમામ ઝોનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર દિવસ દરમિયાન AMCનું ઓપરેશન ક્લિન ચાલશે.