રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ વિતરણ સામારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા...
નવી દિલ્હી. રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ વિતરણ સામારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા… આ સમારોહના પ્રથમ તબક્કામાં 71 મહામૂલા વિશિષ્ટ હસ્તીઓને સન્માનિત કરવામાં આવી છે…આ વર્ષે 139 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા..

આ સાથે 7 મહાનુભાવોને પદ્મ વિભૂષણ એનાયત થયા છે તથા 19 લોકોને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા… બાકી 113 હસ્તીઓને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.. તેમાં ગુજરાતની 5 હસ્તીઓનો પણ સમાવેશ થાય છે..
વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતના પંકજ પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા… સાથે જ ગુજરાતના પ્રોફેસર રતન કુમાર પરીમાઓને પણ કલા ક્ષેત્રમાં પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા…
President Droupadi Murmu presents Padma Bhushan in the field of Trade and Industry to Pankaj R. Patel.

તદુપરાંત પ્રોફેસર ચન્દ્રકાન્ત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ શ્રી મરણોપરાંતથી સન્માનિત કરવામાં આવ્યા હતા… તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજ સેવા માટે સુરેશ સોનીને પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા…