Gujarat : નડિયાદ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજે રાજ્ય સ્તરની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં રેન્જ આઈ.જી. અને કમિશ્નર્સ સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યુ હતુ કે, માર્ચ મહિનામાં જે કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવે છે અને ચર્ચા વિચારણા કરવામાં આવે છે. મહાનગર જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં ક્રાઈમ રેશિયો અંકુશમાં રહ્યો છે  રાજ્યમાં વ્યાજખોરો સામે માર્ચ મહિનામાં 64 ફરિયાદો દાખલ કરવા ઉપરાંત 100 જેટલા લોકોને અટકાયત કરાઈ છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા બાબતે સમગ્ર રાજ્યમાંથી 7,157નું લિસ્ટ આઈડેન્ટફાઈ કરાયું હતું. તેમાંથી 373 સામે ડિમોલિશનની કામગીરી કરી છે.

ઉપરાંત 1046 વિજ જોડાણો પણ કાપવામાં આવ્યા છે. ખાસ આ ક્રાઈમ કોન્ફરન્સમાં અસામાજિક તત્વો સામે જામીન કેન્સલ કરવા પણ સૂચના અપાય છે. આ ઉપરાંત ક્રાઈમ ફોર ગેમ્સ બેંક એકાઉન્ટ ચકાસણી કરવા સૂચના પણ અપાય છે.  છેલ્લા અમુક દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઘેર કાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં અમદાવાદમાંથી 890, સુરતમાંથી 132 શંકાસ્પદ બાંગ્લાદેશ અને ડિટેન કરાયા છે.

બે દિવસની અંદર સમગ્ર રાજ્યમાંથી 6,500 શંકાસ્પદ બાંગ્લાદેશ અને ડિટેલ કરાયા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે જોકે ડિપોટ કરાયામાં લાંબી કાર્યવાહી થશે. અત્યાર સુધી 450 બાંગ્લાદેશોને આઈડેન્ટીફાય કરી ચૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં સોર્ટ ટર્મ વિઝાથી આવેલા સાત પાકિસ્તાનનીઓ જે હાલ પાકિસ્તાનમાં જતા રહ્યા છે તેમ તેમણે જણાવ્યું છે. ચંડોળા તળાવ બાબતે પણ તેમણે કહ્યું કે, આ તમામ બાંગ્લાદેશીઓની પુછપરછ ચાલુ છે તો વળી ગોંડલના બનાવવામાં મામલે પણ તેમણે જણાવ્યું કે 10 લોકોની અટક કરવામાં આવી છે.

આ પણ વાંચો..