અમદાવાદ: શહેરમાં પાર્કિંગ અને દબાણ મુદ્દે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જોકે આ મુદ્દે હવે AMCની બેધારી નીતિ સામે આવી છે. જેમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે માત્ર નાના વેપારીઓને દંડ આપવામાં આવે છે. જ્યારે મોટા ક્લબો અને મોલની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.

શહેરમાં મહાનગર પાલિકાના એસ્ટેટ અને ટીડીઓ વિભાગની બેધારી નીતિ સામે આવી છે. એક તરફ નાના વેપારીઓ અને છુટક લારી ગલ્લા ઉઠાવી મસમોટી કાર્યવાહી કરી હોવાના દાવો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ જાહેર રસ્તા પર દબાણ હોય કે પછી જાહેર રસ્તા પર ટ્રાફિક મુદ્દે થતી ડ્રાઇવ હોય, પણ આ તમામ કાર્યવાહીનો દંડો નાના વેપારીઓ પર જ મહાનગર પાલિકા અને પોલીસ ઉઘામે છે. પરંતુ મોટી ક્લબો, મોટા મોલ સહિત બિલ્ડિંગો કે મોટા એકમ સામે ક્યારેય આકરા પગલા લેવામાં આવતા નથી.

ગુજરાત હાઇકોર્ટ સતત અમદાવાદ મહાનગર પાલિકાને આકરા શબ્દોમાં ટકોર કરી છે, કે શહેરમાં રસ્તાઓ લોકોના અવર-જવર માટે છે. નહીં કે ગેરકાયદે દબાણ માટે, પોલીસ કે AMC હાઇકોર્ટ દ્વારા સતત વેધક સવાલ કરાઈ રહ્યા છે. તેમ છતાં AMC અને પોલીસ વિભાગ કંઈક આંકડાઓ રમત રમી રહ્યું છે. હાઇકોર્ટના આદેશ પાલન કરવા અને મસમોટા આંકડાઓ બતાવવા માટે સીલગ ઝુંબેશ તેમજ દબાણ દૂર કરવાની કામગીરી તો થાય છે પણ માત્ર મોટા આંકડાઓની રમત કરવા માટે નહીં કે ખરા અર્થમાં કામગીરી કરવા માટે થાય છે.

આ પણ વાંચો..