રાજકોટથી ક્રિશ પટેલનો અહેવાલ…
Gujarat : ગઈ કાલે ગોંડલમાં અલ્પેશ કથીરિયા સમર્થકોની સાત જેટલી ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા તે કાચ તોડનાર 10 જેટલા શખ્સોને ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે.
ગોંડલમાં ગઈ કાલે થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ગણેશ ગોંડલના સમર્થકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અલ્પેશ કથીરિયાના કાફલામા અલગ અલગ સાત જેટલી ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા પોલીસની હાજરીમાં કારમાં કાચ તોડ્યા પોલીસ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કાચ તોડનાર ગોંડલના શખ્સો સામે રાયોટીંગ અને વાહનને નુકસાન પહોંચવાની કલમનો ગુનો નોંધાયો હતો.
આરોપીઓના નામ..
રાજકોટ જિલ્લા SP હિમકરસિંહ અને ગોંડલ dysp કે.જી.ઝાલાની સૂચનાથી ગોંડલ PI જે.પી.ગોસાઈ, એ.સી.ડામોર અને B ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમો બનાવી રહેણાક મકાન સહિત અલગ અલગ જગ્યાઓ પરથી પીન્ટુભાઇ શામજીભાઈ સાવલીયા ઉ.વ. 31 રહે. ગોંડલ વિજયનગર, નીલેશભાઈ પરષોતમભાઈ ચાવડા ઉ.વ. 39 રહે. ગોંડલ સહજાનંદનગર, પુષ્પરાજભાઇ જનકભાઇ વાળા ઉ.વ.31 રહે. ગોંડલ સિદ્ધાર્થનગર, અરમાનભાઇ રાજુભાઈ ખોખર ઉ.વ. 27 રહે. ગોંડલ માર્કેટીંગયાર્ડ પાછળને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ તરફ રોહીતભાઇ દિનેશભાઇ રાઠોડ ઉ.વ. 20 રહે. ગોંડલ ખોડીયારનગર, માનવભાઇ ગોપાલભાઈ વાઘેલા ઉ.વ. 25 રહે. ગોંડલ ચોકસીનગર, અજીતસિંહ પુનસિંહ ઝાલા ઉવ. 35 રહે. ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે, કરણસિંહ ચન્દ્રસિંહ પઢીયાર ઉ.વ. 35 રહે. ગોંડલ યોગીનગર, કીર્તિરાજસિંહ સહદેવસિંહ ઝાલા ઉ.વ. 19 રહે. ગોંડલ સિધ્ધાર્થનગર, હીતેશ રમેશભાઇ રાઠોડ ઉ.વ. 31 રહે. ગોંડલ વોરાકોટડા રોડ આવાસ કવાર્ટસ વાળા ને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો..
- South director: દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શકનું નિધન, આ ગંભીર બીમારીએ લીધો જીવ, ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ
- India and France વચ્ચે મોટો રાફેલ સોદો થયો, ભારતીય નૌકાદળની તાકાત વધુ મજબૂત થશે
- Isha: શું આ સુંદરતા નાગિન 7 માં ફફડાટ ફેલાવશે? અભિનેત્રીએ થોડીવારમાં જ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું- ‘હા તો…’
- Pm Modi અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મુલાકાત, પહેલગામ હુમલા પર 40 મિનિટ સુધી ચર્ચા ચાલી
- IPL ને 14 વર્ષનો સેન્ચુરીયન મળ્યો, વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો, દુનિયા તેને સલામ કરી રહી છે