Valsad જિલ્લાના વાપી શહેરમાં મધરાત્રીએ પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવી વાપીમાં વસવાટ કરી રહેલા ઇલિગલ નાગરિકોને ઝડપવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી હતી.

Valsadના વાપીના ગીતાનગર અને રેલવે સ્ટેશન વિસ્તારોમાં જી.આઈ.ડી.સી. અને ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ વલસાડ એલ.સી.બી અને એસ.ઓ.જીની ટીમોએ પણ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો.
શંકાસ્પદ ઘરોમાં દરોડા પાડીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 384થી વધુ સંદીગ્ધોને ડિટેન કરવામાં આવ્યા છે. તમામના દસ્તાવેજોનું ચકાસણું ચાલી રહ્યું છે. જો તપાસ દરમિયાન નકલી કે ડુપ્લિકેટ દસ્તાવેજો મળતાં હશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર ઓપરેશન વાપીમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો..
- Vaishnodevi: નવરાત્રી પહેલા માતાના ભક્તો માટે મોટા સમાચાર: વૈષ્ણોદેવી યાત્રા આવતીકાલથી શરૂ થશે, પરંતુ હજુ પણ એક અવરોધ સામે છે
- PM birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રમતના ચાહક છે, તે આ કારણોસર પ્રિય બની છે
- Devendra fadanvis: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા, પછી આ કહ્યું
- Pm Modi birthday: નવરાત્રિના નવ દિવસ દરમિયાન પીએમ મોદીનો આ છે આહાર, તેઓ ઘણા વર્ષોથી ઉપવાસ કરી રહ્યા છે.
- Hamas: કતાર હુમલા પછી હમાસના ટોચના નેતાઓ ક્યાં ભૂગર્ભમાં ગયા? તેઓ અમેરિકાના રડારમાંથી પણ ગાયબ છે.