Ahmedabad : શહેરના વટવા ચાર માળિયા સરકારી વસાહતમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લી પડેલી પાણીથી ભરેલી ટાંકીમાં 15 વર્ષનો બાળક અચાનકથી રમતા રમતા પડી ગયો હતો. આ વાતની જાણ થતા કોર્પોરેશનની ટીમ તથા ફાયર બ્રિગેડના વાહન સાથે કર્મચારીઓએ પહોંચીને તાત્કાલિક ધોરણથી બાળકને રેસ્ક્યુ કરી બેહોશ હાલતમાં બહાર કાઢી નજીકની LG હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
સમગ્ર ઘટના પોતાની આંખોથી જોનાર સ્થાનિક હકીમ સિંગે જણાવ્યું હતું કે ચાર માળિયા વસાહત એ સરકારી વસાહત છે. Ahmedabad વટવા વસાહતમાં રહેતું 15 વર્ષનું બાળક અમન શેખ જે રમતા રમતા અચાનક છેલ્લા કેટલાય સમયથી ઢાંકણા વગર ખુલ્લી પડેલી પાણીની ટાંકીમાં પડી ગયું હતું. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકનો રેસ્ક્યુ કરીને નજીકની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
બાળકની સ્થિતી હાલ નાજુક છે તેવું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને આ વસાહતોમાં સાફ-સફાઈનો પણ ખૂબ જ અભાવ છે, ઠેર ઠેર ગંદકીઓ, રોગચાળો ફાટી નીકળ્યા છે. શ્વાસ લેવા જેવી પરિસ્થિતિ નથી તેટલી દુગંદ અને ગંદગીઓ ફેલાયેલી છે. ત્યારે આ ટાંકીઓ પણ આપણા વગરની ખુલ્લી મૂકી દેવામાં આવી છે આ તમામ જવાબદારી સ્થાનિક સરકારી તંત્ર એટલે કે કોર્પોરેશનની છે. ત્યારે અહીંયા કોઈપણ જાતનો વિકાસ અથવા સ્થાનિક વહીવટી અધિકારીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવતું નથી.
આ પણ વાંચો..
- AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ, વિસાવદરમાં હાર બાદ ભાજપની હતાશાની નિશાની છેઃ Kejriwal
- Mahisagarમાં ભયાનક માર્ગ અકસ્માત, ઇકો કાર-એસયુવી વચ્ચે ટક્કર; ડ્રાઇવર જીવતો બળી ગયો
- Elon Musk ટ્રમ્પને આપશે ટક્કર? અમેરિકામાં પોતાની નવી રાજકીય પાર્ટીની કરી જાહેરાત
- Horoscope: કોની પર રહેશે ભગવાનની કૃપા, જાણો તમારું રાશિફળ
- US પાકિસ્તાનને કેમ અપનાવી રહ્યું છે? ભૂતપૂર્વ CIA અધિકારી એ કર્યો મોટો ખુલાસો