Ahmedabad Civil Hospitalમાં રોટરી ક્લબ અમદાવાદ સાથે એમ.ઓ.યુ. કરીને સ્કિન બેંક કાર્યરત કરી છે. જેમાં ડોનેશનમાં મળતી સ્કિન ઉપરાંતની સ્કીનને પ્રિઝર્વ કરીને લોકોને મદદરૂપ બનવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

વધું વિગતો આપતા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ વિગતો આપતા જણાવ્યું હતું કે તા. ૨૨/૦૪/૨૦૨૫ના રોજ સિવિલ હોસ્પિટલ ના સ્કીનબેંક ના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલ શ્રધ્ધા બાળકોની હોસ્પિટલ ના ડૉ. કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસીકપાર્ક સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના પટેલ વિલાસબેન કીર્તીકુમાર અવસાન પામતા તેમના દીકરા હર્ષદભાઇની સંમતિ થી સ્કિન ડોનેશન માટે કૉલ કરાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક ની ટીમ તરત જ દાતા ના ઘરે પહોંચીને બરડાના ભાગેથી ચામડી મેળવી હતી.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ 12મું સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ ૬ઠ્ઠુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ.

સ્કીન દાન માટે સીવીલ હોસ્પિટલ, અમદાવાદ સ્કીન બેંક નો ૯૪૨૮૨૬૫૮૭૫ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.