Gujarat : નડિયાદ શહેરના કપડવંજ રોડ સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં થયેલી ચોરીના પ્રયાસના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લાલ કોર્ટના રેકોર્ડ રૂમના તાળા તોડવાના બનાવ બાદ ત્રણ દિવસમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી જયેશ ઉર્ફે જયલો મનોજ તળપદા નડિયાદના જવાહરનગર ન્યુભારતનગર તોરણા વિસ્તારનો રહેવાસી છે.
લાલ કોર્ટના રૂમની લોખંડની જાળીના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રૂમમાં રાખવામાં આવેલા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ સુરક્ષિત મળી આવ્યા છે. નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીના ઇરાદે કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો..
- Valsad: વાપી રેલવે ફ્લાય ઓવરના અધૂરા કાર્ય સામે કોંગ્રેસનો મોરચો, તાત્કાલિક ઉકેલની માંગ
- Nepal: દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું
- Nepal: ઓલીના રાજીનામા પછી બાલેન્દ્ર શાહને વચગાળાના પીએમ બનાવવાની માંગ કેમ શરૂ થઈ?
- Gandhinagar: રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી માટે વેઇટીંગ લિસ્ટ જાહેર, ઉમેદવારો માટે મહત્વની માહિતી
- Rajkot: રાજકોટ TRP ગેમ ઝોન આગ કેસમાં RMC અધિકારીઓની મુક્તિ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી