Lashkar commander Saifullah Kasuri on Pahalgam terrorist Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા કડક પગલાં લીધા છે. તેની અસર હવે દેખાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આની પાછળ લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર સૈફુલ્લાહ કસૂરીનો હાથ હોવાનું કહેવાય છે. ભારતની કાર્યવાહી બાદ કસુરીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે તે તેના માટે જવાબદાર નથી.
બુધવારે રાત્રે CCSની બેઠકમાં ભારતે પાંચ મોટા નિર્ણયો લીધા હતા. જેમાં સિંધુ જળ સંધિ રોકવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ પછી, લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર સૈફુલ્લાહ કસુરીએ એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેમનું કહેવું છે કે આ ભારતનું ષડયંત્ર છે.
કસુરીએ ભારતને કહ્યો જંગી દુશ્મન
કસુરીએ વીડિયોમાં કહ્યું, “અમે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ. આ હુમલાના બહાના હેઠળ ભારતીય મીડિયાએ મને જવાબદાર ઠેરવ્યો છે. પાકિસ્તાન પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ દુઃખદ બાબત છે. ભારત પાકિસ્તાનને તબાહ કરવા માંગે છે. તે દુશ્મન છે. તેણે કાશ્મીરમાં 10 લાખની સેના મોકલીને યુદ્ધનું વાતાવરણ ઉભું કર્યું છે.”
માસ્ટરમાઇન્ડ કસુરીએ ભારત પર ષડયંત્રનો આરોપ લગાવ્યો –
કસુરીનું કહેવું છે કે પહેલગામમાં હુમલો ભારતે જ કરાવ્યો છે અને તે તેના માટે જવાબદાર છે. આ તેમનું ષડયંત્ર છે. પાકિસ્તાનને આની સાથે કોઈ લેવાદેવા નથી.
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી
ભારતે બુધવારે સાંજે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CCSની બેઠકમાં ભાગ લીધો હતો. આ પછી અટારી બોર્ડર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે.