Gujarat : હાલ ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં નાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેને કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી.

લુ જીવલેણ પણ સાબિત થાય છે.
જેને પરિણામે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરિત અસરો કરે છે. જેમ કે, શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હ્રદયના ધબકારા વધી જવા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજુરી કરીને જીવન ગુજારતા મજૂરોમાં સન સ્ટ્રોક ની વધુ અસર થાય છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.
સન સ્ટ્રોક (લુ) થી બચવા આ ઉપાયો કરવા

ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા.સફેદ,સુતરાઉ કપડા પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ.વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ. ભીના કપડાથી માથું ઢાંકીરાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. માથાનો દુ:ખાવો બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પીટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી.
આ પણ વાંચો..
- Kashmir: બડગામમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર: ઉપલા યુસમાર્ગ જંગલોમાં મોટી સુરક્ષા કાર્યવાહી; સેનાએ જોરદાર જવાબી કાર્યવાહી કરી
- Zelensky: વિદેશ મંત્રી જયશંકર યુક્રેનના રાષ્ટ્રપતિને મળ્યા: ઝેલેન્સકીએ ભારતની પ્રશંસા કરી – તેમણે શું કહ્યું તે અહીં છે
- BCCI એ રોહિત શર્માના ભવિષ્ય પર મહોર લગાવી: ‘મેગા-મીટિંગ’નું પરિણામ આ રહ્યું
- Sports News: ગૌતમ ગંભીરના સ્થાને એક નવા દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, જે એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
- Ahmedabad:હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝની પ્રથમ આવૃત્તિ અમદાવાદમાં યોજાશે, જેમાં 20 દેશોના 100 થી વધુ રમતવીરો ભાગ લેશે




