સામાન્ય રીતે નાની-મોટી ચોરીઓ થાય અને તે ગુન્હાના આરોપીઓ પકડાય તે સામાન્ય બાબત છે. પરંતુ 1 કરોડની ચોરીનો આરોપી પકડાય ત્યારે તેની અનેક ચર્ચાઓ થતી હોય છે. Gujaratનો આ એક એવો ચોર છે, જે વિમાનમાં બેસવાનો શોખીન છે. વિમાનમાં બેસવુ તે શોખ નથી, પરંતુ વિમાનમાં બેસીને અન્ય રાજ્યોમાં જઈ ચોરી કરવી તે તેનો શોખ છે.

આણંદ જિલ્લાના ઓડ ગામનો નવઘમ પૂંજા વિમાનમાં બેસીને હૈદરાબાદ, બેંગ્લોર ચોરી કરવા જવામાં જાણીતો છે. આ બે જ શહેરનો નહીં, પરંતુ ગુજરાત અને ગુજરાત અને હૈદરાબાદ બેંગ્લોર જેવા મોટા શહેરોમાં લાખો અને કરોડોની ચોરીનો આ આરોપી છે. તેના માટે ચોરીના એક-બે નહીં, પરંતુ 20થી વધુ ગુન્હા નોંધાયેલા છે.

આ વચ્ચે નડિયાદમાં સપ્તાહ અગાઉ સિરપ કાંડના આરોપી યોગેશ સીંધીના ઘરે થયેલી 1 કરોડ ઉપરાંતની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આંતરરાજ્ય તસ્કર અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા નવઘણ પૂંજાનું જ નામ આ ચોરીમાં ખુલ્યુ છે. પોલીસે તેના સાગરીતો સાથે ઝડપી પાડ્યો છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નડિયાદમાં 1 કરોડની ચોરી કરી

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી વર્કશોપ સામે પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા સુનિતાબેન યોગેશભાઈ સિંધીના ઘરે 1.02 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. 80 લાખ રોકડ સહિત દાગીના મળી આ કરોડોની ચોરી થતા લોકલ ક્રાઈમ બ્રાંચ અને નડિયાદ ટાઉન પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન સોર્સના આધારે એક શકમંદ ઈસમ સુધી પહોંચી હતી.આ ઈસમ નડિયાદ હેલીપેડ ચોકડી ખાતેથી ઉઠાવી પુછપરછ કરતા તેણે પોતાનું નામ નવઘણ પુંજા તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) હોવાનું જણાવ્યું હતું.

તેની પાસેથી ધાતુનુ બિસ્કીટ સોનાની ચેઈન જે ચોરીનો મુદ્દામાલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ અન્ય તેના સાગરીતો વિષ્ણુ મફત તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) સમીર મોંઘા તળપદા (રહે.ખંભોળજ, જિ.આણદ) અને રમેશ પોપટ ડોડીયા (રહે.નડિયાદ)ને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત આ કેસામ હજુ એક આરોપી વિષ્ણુ પુજા તળપદા (રહે.ઓડ, જિ.આણંદ) વોન્ટેડ છે. ઉલ્લેખીનય છે કે, નવઘણ પૂંજા એ આંતરરાજ્ય અને કુખ્યાત બનેલો તસ્કર છે. અન્ય રાજ્યોમાં પહોંચી અને ત્યાં પણ મોટી ચોરીઓને અંજામ આપનારો આ ઈસમ પોલીસ ચોપડે વોન્ટેડ હોવા ઉપરાંત ક્રિમિનલ માનસિકતા ધરાવે છે.

શું પોલીસ કુખ્યાત ઈસમોનો વરઘોડો કાઢશે?

હવે આ સમગ્ર મામલે સૌથી ચર્ચાસ્પદ બાબત પોલીસના વરઘોડા બાબતની છે. સામાન્ય આરોપીઓના વરઘોડા કાઢવામાં આવતા હોય, તેવા સંજોગોમાં વર્ષોથી હેબીચ્યોલ ક્રિમિનલ માનસિકતા ધરાવતા અને આવા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા નવઘણ પૂંજા અને તેના સાગરીતોનો પોલીસ રીકન્સ્ટ્રકશનના નામે વરઘોડો કાઢશે કે કેમ? તે અંગે ચર્ચાઓ ઉઠી છે.

નજીકમાં રહેતા પાડોશીએ ટીપ આપી

યોગેશ સિંધીના ઘરની નજીકમાં રહેતા રમેશ ડોડીયાએ ટીપ્સ આપી હતી કે, મારા નજીકમા રહેતો સિરપકાડનો આરોપી યોગેશ ઉર્ફે યોગી જેલમાં છે અને તેની પાસે મિલ્કત હોય ઘણી આવક છે તેમજ તેના પરિવારમાં લગ્ન હોવાથી ઘર બંધ કરી પરિવારજનો લગ્નમા જાય છે. તેવી ટીપ્સ આપી હતી અને બનાવના દિવસે રમેશ ડોડીયાએ લગ્ન બહાર વોચ રાખી હતી.

આ પણ વાંચો..