Panchmahal જીલ્લામાં ‘લગ્નની સીઝન ચાલી રહી છે. શહેરા તાલુકામાં ભોટવા ગામે લગ્ન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં પરિવાર દ્વારા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું.અને હેલિકોપ્ટર દ્વારા જાન દુલ્હન ના ગામે પહોંચી હતી. હેલિકોપ્ટર જોવા આસપાસના લોકો પણ ઉમટી પડયા હતા.
લગ્નપ્રસંગને યાદગાર બનાવા અને પોતાના સંતાનોની ઈચ્છા માતાપિતા પુરી કરતા હોય છે.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા કાળુભાઈ બાદરભાઈ બારિયાના પુત્રના લગ્ન પ્રવિણકુમારના લગ્ન ડોકવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણાની પુત્રી ઈન્દિરાકુમારી સાથે નક્કી કર્યા હતા.
પરિવાર દ્વારા લગ્નમાં કઈક અલગ કરવાનુ વિચાર્યુ એટલે પ્રવિણકુમારની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનુ નકકી કર્યું હતુ. સમાજના રીતે રિવાજ મુજબ જાનપ્રસ્થાનના સમયે હેલિકોપ્ટર ભોટવા ગામે અમદાવાદથી આવી પહોંચ્યુ હતું. વરરાજા પ્રવિણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ખાતે પહોચ્યા હતા અને ત્યા લગ્નવિધી પૂર્ણ થઈ હતી.
પરત દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાસરીમાં આવી હતી.હેલિકોપ્ટર જોવા ભોટવા સહિત આસપાસના ગામના લોકો ઉમટી પડયા હતા. પંચમહાલ જિલ્લામાં હાલમાં લગ્નસરાની મોસમ ધૂમધામ થી ચાલી રહી છે ત્યારે શહેરા તાલુકામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યુ હતુ. હેલિકોપ્ટરની સુરક્ષા ને લઈને ફાયર વિભાગની ટીમ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી.અને Pamchahal નવદંપતીના લગ્ન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા અને પરિવારજનોએ આશીર્વાદ આપ્યા હતા.
આ પણ વાંચો…
- 440 પરિવારો લાંબા સમયથી નોકરીની રાહ જોઈને બેઠા છે, પ્રશાસન તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય લે: Kayanat Ansari Aath AAP
- Horoscope: કેવો રહેશે 3 ડિસેમ્બરનો દિવસ, જાણો મેષથી મીન રાશિ સુધીનું રાશિફળ
- Rahul Roy : 90ના દાયકાનો સુપરસ્ટાર હવે લગ્નો અને પાર્ટીઓમાં પૈસા માટે ગીતો ગાઈ રહ્યો છે!
- Pakistan એ શ્રીલંકાના નામે એક નાપાક કૃત્ય કર્યું, ભારતે યોગ્ય જવાબ આપ્યો અને આ કહ્યું
- ભારતે રેકોર્ડ બનાવ્યો, DRDO એ સ્વદેશી પાઇલટ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું





