Valsad જિલ્લાના દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સરહદને જોડતો સરહદી વિસ્તાર હોવાથી અહીં મોટા પાયે દારૂની હેરાફેરી થતા રહે છે. નશા મુકત ભારત મિશન અંતર્ગત અને 2025 સુધી દારૂમુક્ત ગુજરાતના લક્ષ્ય સાથે જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની દેખરેખ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

જિલ્લાની 13 પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધી જપ્ત કરાયેલ કુલ રૂ. 3,31,89,869નું દારૂ SOP મુજબ નાશ કરાયો. Valsad પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ નાશ કરવા માટે ખાસ બુલ્ડોઝર અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી.
પારડી તાલુકામાં સૌથી વધુ રૂ. 61.58 લાખનો દારૂ જપ્ત કરાયો હતો. કુલ 53 કેસમાં 17 જાતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી જિલ્લાભરના તમામ પોલીસ અધિકારીઓના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુચિત રીતે પૂર્ણ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયા બાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તેનો નાશ કરાતો હોય છે, Valsadમાં પણ આ મુજબ જ કાર્યવાહી હાથ ધરાઈ છે અને હજારો લીટર અને કોરોડો રૂપિયાનો દારૂ નાશ કરાયો છે.
આ પણ વાંચો…
- Pahalgam Terrorist Attack પર LG અને CMનું નિવેદન આવ્યું બહાર
- Pahalgam Attack : પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી અમિત શાહને ફોન કર્યો, આ મોટો આદેશ આપ્યો
- PM Modi 2 દિવસની સાઉદી મુલાકાતે પહોંચ્યા, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ વાતચીતમાં સામેલ થશે
- નિવૃત્ત DGP Murder Case માં મોટો ખુલાસો, પત્ની 5 દિવસથી ગુગલ પર હત્યાનો પ્લાન શોધી રહી હતી
- Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો, 5-6 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ