Gujarat weather: ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ધૂળની ડમરીઓની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ સુધી ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. આગામી સાત દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી. 21મી એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે.
બીજી તરફ આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI 270ને પાર કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે વિસ્તારોમાં પણ ધૂળના વાદળો જોવા મળશે. આ ઉપરાંત રાધનપુર, પાટણની ભાગોળે, વિરમગામ વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધનગરધ્રા, ધંધુકા લખતરમાં ધૂળની ડમરીઓ જોવા મળશે. આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. એપ્રિલમાં તાપમાનમાં વધઘટ જોવા મળશે. 26મી પછી રાજ્યના 9 જિલ્લામાં હળવો વરસાદ પડશે.
આગામી બે દિવસ હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ધૂળની ડમરીઓની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ચોમાસા પહેલા પણ જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.
આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI 270ને પાર કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાત પર નજર કરીએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ જોવા મળશે, આ ઉપરાંત 20 એપ્રિલે બપોર બાદ રાધનપુર, પાટણના ભાગો, વિરમગામ વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જોવા મળશે.
ગરમીથી રાહત ક્યારે મળશે?
એપ્રિલમાં તાપમાન વધવું જોઈએ, પરંતુ તેના બદલે તે ઘટવાની શક્યતા છે. સાથે જ મે મહિનામાં પણ ધૂળવાળુ વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત ધૂળની ડમરીઓ પણ રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.