પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee દ્વારા જગન્નાથ મંદિરનું ઉદ્ઘાટન કરાશે. હવે પશ્ચિમ બંગાળના લોકપ્રિય પર્યટન સ્થળની યાદીમાં નવુ મોરપીંછ ઉમેરાશે, અહીં, પુરીના શ્રી જગન્નાથ મંદિરની તર્જ પર બનેલું ભવ્ય મંદિર 30 એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર ભક્તો માટે ખુલ્લુ મુકાશે.

પશ્ચિમ બંગાળના દિઘામાં બનેલા ભવ્ય જગન્નાથ મંદિરના નવીનતમ ચિત્રો હવે જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ 19 એપ્રિલ 2025 ના રોજ તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર આ મંદિરની પહેલો નઝારો શેર કર્યો છે.

મંદિરની વિશેષતાઓ

આ મંદિર પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભોગી બ્રહ્મપુર મૌઝામાં સ્થિત 22 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. મે 2022થી રાજસ્થાનના 400 કારીગરોએ તેની કોતરણી અને સ્થાપત્ય પર કામ કર્યું છે. મંદિરની ઊંચાઈ અને સ્થાપત્ય પુરીના મંદિરની સચોટ પ્રતિકૃતિ છે, જોકે રાજ્ય સરકાર તેને “કાયમી સાંસ્કૃતિક વારસો” તરીકે સંપૂર્ણપણે સ્વતંત્ર માને છે.

250 કરોડનો ખર્ચ

અત્યાર સુધીમાં, આ ભવ્ય પ્રોજેક્ટ પર આશરે ₹250 કરોડનો ખર્ચ થયો છે. મંદિર સંકુલમાં ધાર્મિક સમારોહ, રથયાત્રા, ધ્વજવંદન, ભક્તો માટે આરામ ગૃહ, વહીવટી મકાન, પોલીસ ચોકી અને અગ્નિશામક સેવાઓ માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ વિશેષ નામ અપાયુ

મંદિરની મુખ્ય મૂર્તિ લાકડાની બનશે અને તેનું નામ ‘ચૈતન્યદ્વાર જગન્નાથ ધામ’ રાખવામાં આવ્યું છે. આવનારા સમયમાં, આ મંદિર ફક્ત બંગાળ જ નહીં પરંતુ દેશભરના ભક્તો માટે શ્રદ્ધા અને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનવાનું છે.

આ પણ વાંચો…