હાર્દિક દેવકીયા દ્વારા…

SNV ઈન્ટરનેશનલ સ્કૂલ અને Worldgrad સંસ્થા વચ્ચે મહત્વપૂર્ણ જોડાણ થયુ છે. ચરોતર સહિત Gujarat ભરના તમામ એવા વિધાર્થીઓ જે વિદેશ અભ્યાસ કરવા માંગે છે તેમના માટે અભ્યાસ ખર્ચ, વિઝા અને ભવિષ્યની નોકરી માટે એક સરળ અને સુરક્ષિત વિકલ્પ માટે આ બંને મોટી સંસ્થાઓનું જોડાણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને Gujaratના શિક્ષણ ક્ષેત્ર માટે આ ઐતિહાસિક દિવસ સાબિત થશે.

Worldgrad શું છે?

The WorldGrad એ 50થી વધુ ટોયની યૂનિવર્સિટીઓ સાથે જોડાણ હોવાથી એક અનોખું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે, જે ઉચ્ચ ડિમાન્ડ ધરાવતા કોર્સિસ જેવા કે કમ્પ્યુટર સાયન્સ, આઈટી એન્જિનિયરિંગ, હેલ્થકેર, ડેટા સાયન્સ, ફાઈનાન્સ અને બિઝનેસ એનાલિટિક્સ માટે અભ્યાસ માટે દિશા સૂચવે છે. LINC Education (સિંગાપોર સ્થિત વૈશ્વિક લર્નિંગ કંપની) ના ભાગ રૂપે. The WorldGradના હાઇબ્રિડ મોડલ હેઠળ વિધાર્થીઓ પ્રથમ 2 સેમેસ્ટર ભારતમાં જ અભ્યાસ કરી બાકીના અભ્યાસ માટે વિદેશ જઈ શકે છે.

SNV સ્કૂલ હવે “The Wordgrad Study Hub” બન્યુ

હવે નડિયાદ, આણંદ અને આસપાસના વિસ્તારોના વિધાર્થીઓ પોતાની ડિગ્રીનો આરંભ એસએનવી સ્કૂલમાં કરી શકશે. સ્કૂલ આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફાસ્ટ્રક્ચર આપે છે – જેમ કે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સ્કોલરશીપ સપોર્ટ, ઇન્ટરનેશનલ કાઉન્સેલિંગ ડેસ્ક – જ્યારે અભ્યાસક્રમ, ફેકલ્ટી અને કેડિટ ટ્રાન્સફર સંપૂર્ણપણે The WorldGrad દ્વારા સંચાલિત છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ શું કહ્યું?

આ અંગે SNV ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ‘આ નવી શરૂઆત ચરોતર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણની સમાન તક લાવશે. અમે અમારા કેમ્પસ અને સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ માટે વિશ્વ સ્તરીય અભ્યાસનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ.’

વિશિષ્ટ સુવિધાઓ અને વૈશ્વિક શિક્ષણ માટે તૈયારી

એસએનવી સ્કૂલના આયુનિક પ્રયોગશાળા અને વર્ગખંડ વિધાર્થીઓને રીસર્ચ અને એસાઇનમેન્ટ આધારિત અભ્યાસ પદ્ધતિઓ માટે તૈયાર કરે છે. જે વિદેશની યુનિવર્સટીઓ માં વિદ્યાર્થીને સફળ થવા માટે ખુબજ મદદરૂપ બને છે.

સરળ અને માન્ય ક્રેડિટ ટ્રાન્સફર

એસએનવીમાં કરેલ તમામ અભ્યાસ The WorldGrad ના માન્ય ફ્રેમવર્ક હેઠળ આવે છે. વિધાર્થી જ્યારે પોતાનું પ્રથમ વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તેઓ એ મેળેવેલા પરિણામની કેડિટ ના આધારે સીધા બીજા વર્ષમાં પ્રવેશ મેળવશે.

વિધાર્થી અને વાલી ને સીધા લાભો

1. ₹30.50 લાખ સુધી ખર્ચમાં બચત

ભારતમાં અભ્યાસ શરૂ કરવાથી ટ્યૂશન ફી, નિવાસ અને રોજિદા ખર્ચમાં મોટી બચત થાય છે. સરેરાશ 20-40% ખર્ચમાં બચત થાય છે.

2. વિઝા માટે સફળતાની વધુ તકો

પ્રથમ વર્ષ ભારતમાં જ અભ્યાસ હોવાથી વિદ્યાર્થીની અભ્યાસ પ્રત્યેની રુચિ વધારે હોય તેમ પુરવાર થાય છે. જેને લીધે વિઝા એપ્રૂવલ રેટ પણ વધુ રહે છે.

3. એડ્યુકેશ્નલ ઇમ્પ્રુવમેન્ટ

વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિકિંગ, અંગ્રેજી કોમ્યુનિકેશન અને સેલ્ફ-લર્નિંગ જેવી કુશળતાઓ વિકસે છે-જે વિદેશમાં વિધાર્થીની સફળતાને સરળ બનાવે છે.

4. PR અને કેરિયર માટે શ્રેષ્ઠ વિકલ્પ

વૈશ્વિક ડિગ્રી સાથે વિદ્યાર્થીઓને સારી જોબ અને પોસ્ટ- સ્ટડી વર્ક વિઝા સરળતા થી મળે છે. જેથી આ તકો PR (Permanent Residency) સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી આપે છે.

5. સ્થાનિક અભ્યાસ સાથે વૈશ્વિક અનુભવ

આ હાઇબ્રિડ અભ્યાસ મોડેલ માતા-પિતા તેમજ વિધાર્થી માટે અને શાંતિ આપનારું છે.

6. Scholarships અને લોન વિકલ્પો ઉપલ્બ્ધ

The World Grad દ્વારા સ્ટુડન્ટ્સ માટે સ્કોલરશીપ અને નીયા વ્યાજદરની શિક્ષણ લોન સરળતાથી ઉપલબ્ધ 

આ ફાયદા થશે 

  • Local ટેલેન્ટનો વિકાસ
  • આર્થિક બયત અને પરિવારો પર બોજા માં મોટી રાહત આપશે.
  • આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક માપદંડના પ્રતિનિધિત્વરૂપે 5NV નો ઉદય
  • આ Study Hub આજની જરૂરિયાત કેમ છે?
  • વિશ્વભરના વેપાર યુદ્ધો, કડક વિઝા નીતિઓ અને ખર્ચના કારણે ગુજરાતના ઘણા પરિવારો અભ્યાસ માટે વધુ વિચારીને નિર્ણય લે છે. આ મોડલથી તેમને મળે છે.
  • ઓછા જોખમ સાથે વિશ્વ સ્તરની યુનિવર્સિટીમાં ત્વરિત પ્રવેશ
  •  વિઝા માટે વધારે સારી પ્રોફાઇલ
  • શૈક્ષણિક કુશળતા વિકસાવવાનો સમય

આ પણ વાંચો…