Gujarat : ભુરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે સંયુક્ત દરોડો પાડી ગેર કાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા સંદીપ ભીંડે નામનો બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી પાસે કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી નથી. તેમ છતાં તે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આરોગ્ય વિભાગે હોસ્પિટલમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળીને 3.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ મામલે આરોગ્ય વિભાગે બોગસ તબીબ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગોધરા શહેરમાં આવેલ ભુરાવાવ ચાર રસ્તા પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે આપેલી માહિતી મુજબ, અરિહંત નગર બામરોલી રોડના રહેવાસી 60 વર્ષીય સંદીપ દતાત્રેયભાઈ ભીંડે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા હતા.
એસ.ઓ.જી. શાખા ગોધરાના એ.એસ.આઈ. જયેશકુમાર પરમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી.તપાસ દરમિયાન જી.એમ.ઇ.આર.એસ. સિવિલ ગોધરાના જુનિયર ફાર્મસિસ્ટ વિહારભાઈ ગઢવીની હાજરીમાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી. આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ ન હોવાનું જણાયું હતું પોલીસે કરેલી કાર્યવાહીમાં હોસ્પિટલમાંથી 3,86,843ની કિંમતની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Gujarat : 2 કાર ધડાકાભેર અથડાઈ અને લાગી આગ, માતા-પુત્રી સહિત 4 ભળથુ થઈ ગયા
- GPSC દ્વારા રવિવારે વર્ગ-1 અને 2ની પરીક્ષા યોજાશે, 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- Gujarat : 46 લાખના સિગ્નલ જાળવવામાં મહાનગરપાલિકા પાંગળી, કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા રજૂઆત
- કચ્છ જિલ્લાના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી Pradeep Sharma ને 5 વર્ષની જેલની સજા, 10,000 રૂપિયાનો દંડ
- Ahmedabad ઓલિમ્પિક્સ 2036 હોસ્ટ કરવા ભારત રેસમાં: 140 એકર જમીન ધરાવતા 3 આશ્રમોને ખાલી કરાવવાની નોટિસ