Gujarat : વાપી શહેરના ચાંપુંડી કોમ્યુનિટી બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષીય યુવકનું લિફ્ટના દરવાજા વચ્ચે માથું દબાઈ જતાં મોત નીપજ્યું છે. યુવકનું નામ ગોવિંદસિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને 9 દિવસ અગાઉ જ વાપી આવ્યો હતો.

ગોવિંદસિંહ રાત્રે અંદાજે 11.30 વાગ્યે પોતાના ભાઈ સાથે રહેલા સાતમા માળે જઈ રહ્યો હતો, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટનો દરવાજો ખૂલ્લો જોઈ તેમાંથી લિફ્ટ ઉપર ગઈ કે નહીં તે જોવા માટે નજાકતથી અંદર ઝાંકી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ નીચે આવી અને તેનું માથું લિફ્ટના દરવાજા વચ્ચે ફસાઈ ગયું હતુ.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે લિફ્ટના દરવાજામાં તાંબું તૂટેલું હતું અને લિફ્ટ વારંવાર ખામી આપી રહી હતી. રહીશો દ્વારા ફરીયાદ કરાયા છતાં કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી, જે લીધે હવે આ દુર્ઘટના સર્જાઈ છે.
આ પણ વાંચો…
- Gujarat: સ્પેશ્યલ ટીચર્સ માટે સ્પે. ટેટ 1 અને 2ની પરીક્ષાની તારીખ જાહેર, 12 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા
- CBSE: ધોરણ ૧૦ અને ૧૨ સીબીએસઈની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ૭૫% હાજરી ફરજિયાત
- Navratri 2025: DJનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્ય, નવરાત્રિ પહેલાં હાઈકોર્ટ લાલઘૂમ
- Gujarat: ગુજરાત યોગ બોર્ડે રાજ્યવ્યાપી સ્થૂળતા ઘટાડવાનું અભિયાન શરૂ કર્યું
- Gujarat: અમને સહાનુભૂતિ છે પણ…; 17 વર્ષની સગીર પર કસ્ટોડિયલ જાતીય હુમલાના આરોપો પર SC