Baba Vanga Prediction: વર્ષ 2025 કુદરતી આફતોથી ભરેલું વર્ષ બનવા જઈ રહ્યું છે. આ ભવિષ્યવાણી જાપાનના ‘બાબા વાંગા’ રિયો તાત્સુકીએ કરી છે. જાપાની બાબા વાંગા કહે છે કે જુલાઇ 2025 માં એક વિશાળ સુનામી આવશે. સમુદ્ર ફરી એકવાર મોટા પ્રમાણમાં વિનાશ કરશે. જુલાઈ 2025 માં જાપાનના સમુદ્રમાં પાણીની અંદરનો જ્વાળામુખી ફાટી નીકળશે અને વિસ્ફોટ પછી એક વિશાળ સુનામી આવશે. જાપાનની સાથે તાઈવાન, ઈન્ડોનેશિયા અને ઉત્તરી મારિયાના આઈલેન્ડ પણ સુનામીની ઝપેટમાં આવી શકે છે.
આ વર્ષે આવનારી આ કુદરતી આફત સુનામી, 2011ની દુર્ઘટના કરતાં પણ મોટી દુર્ઘટના સાબિત થશે. Baba Vangaએ ધ ફ્યુચર આઈ સો નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે ઘણી આગાહીઓ કરી છે. જાપાનમાં ‘Baba Vanga’ એ સ્વયં-વર્ણિત દાવેદાર રિયો તાત્સુકી છે. જે જાપાની બાબા વાંગા તરીકે ઓળખાય છે. તેમણે પહેલેથી જ આગાહી કરી છે કે સુનામી માત્ર થોડા મહિનાઓ દૂર છે. જુલાઈ 2025માં સુનામી આવી શકે છે.
સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટી નીકળશે
તમને જણાવી દઈએ કે વર્ષ 2011માં જાપાની બાબા વાંગા દ્વારા 1999માં કરવામાં આવેલી ભવિષ્યવાણી કથિત રીતે સાચી પડવાથી તેનું પુસ્તક ફેમસ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેણે વર્ષો દરમિયાન ઘણી આશ્ચર્યજનક સચોટ આગાહીઓ કરી છે. સુનામીને લઈને કરવામાં આવેલી આગાહી મુજબ જો હવે મહાસાગરમાં સુપર સુનામી આવે છે તો જાપાનની સાથે ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, તાઈવાનને પણ મોટા પ્રમાણમાં વિનાશનો સામનો કરવો પડી શકે છે.
તાત્સુકીએ તેમના પુસ્તકમાં એક ભયાનક સુનામીનો ઉલ્લેખ કર્યો છે, જે 2011માં જાપાનમાં આવેલી સુનામી કરતાં ઘણી મોટી હશે. સુનામી જાપાન, ઈન્ડોનેશિયા, તાઈવાન અને ઉત્તરી મારિયાના ટાપુઓને જોડતા હીરાના આકારના વિસ્તાર પર પ્રહાર કરશે. જાપાનના દક્ષિણમાં સ્થિત આ હીરા આકારનો વિસ્તાર જ્વાળામુખીની જેમ વિસ્ફોટ કરશે. લાવાના તાપને કારણે દરિયાનું પાણી ઉકળતું જોવા મળશે અને મોટા મોટા લાલ પરપોટા ઉછળતા જોવા મળશે. જ્યારે આના કારણે દરિયો સળગશે ત્યારે દરિયાના વિશાળ મોજા ઉછળશે અને વિનાશ સર્જશે.