Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની સેનેટરી વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. ગંજ બજાર અને સિંધિ બજારમાં વેપારીઓના ત્યાં તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી અને વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મનપામાંથી ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર અને તેમની ટીમ દ્વારા પ્રથમ ગંજ બજારમાં રોયલ ટ્રેડર્સ નામની દુકાનમાંથી પ્લાસ્કિટકના કપ અને રંગીન ઝભલા પકડ્યા હતા. જ્યાં વેપારી પાસે 15 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો છે.

આ પછી સ્ટેશન રોડ પાસેના સિંધી બજારમાંથી ક્રિષ્ના ટ્રેડર્સમાં પ્લાસ્ટિકના 3 કાર્ટુન પકડ્યા હતા, જેમાં પ્રતિબંધિત કપ હતા. તેમને 10 હજાર વહીવટી ચાર્જ ફટકાર્યો છે અને અત્રે જ નેહા ટ્રેડર્સમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ અને કપ પકડ્યા છે અને તેમને પણ 10 હજારનો દંડ કર્યો છે. આમ કુલ 35 હજાર રૂપિયા વહીવટી ચાર્જ વસુલ કર્યો છે.

આ ઉપરાંત નડિયાદના નગરજનોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગમાં ન લેવા માટે મનપા પ્રશાસને વિનંતી કરી છે. મનપાની કામગીરીના કારણે વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવા સંજોગોમાં હવે આગામી સમયમાં મનપા પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરાય છે, તેની પર સૌની નજર છે.

આ પણ વાંચો..