GOG: છઠ્ઠા અને સાતમા પગાર પંચ પર રાજ્ય સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી.

છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6% અને સાતમા પગાર પંચ હેઠળના કર્મચારીઓ માટે 2%નો વધારો કરવામાં આવ્યો છે.

3 મહિના માટે એટલે કે 1 જાન્યુઆરી, 2025 થી 31 માર્ચ, 2025 સુધીના મોંઘવારી ભથ્થામાં તફાવત એપ્રિલ 2025 ના પગાર સાથે એક હપ્તામાં ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત અને અન્ય ક્ષેત્રના કુલ 4.78 લાખ કર્મચારીઓને, અંદાજે 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓને મળશે.

એટલું જ નહીં, રાજ્ય સરકાર આ બાકી રકમ માટે કર્મચારીઓને કુલ ₹235 કરોડ ચૂકવશે અને પગાર ભથ્થા અને પેન્શન માટે ₹946 કરોડની વધારાની વાર્ષિક ચુકવણી કરવામાં આવશે.