Rajkot Bus Accident: રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માંતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. આ ઘટનાની જન થતાં જ પોલીસ ઘટના સ્થલી પહોંચી હતી.

ઘટનાસ્થળે લોકો ભારે ભીડ એકથી થઇ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું. અક્સ્માતમાં 3 ઈજાગ્રસ્ત થયેલ અન્ય લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બસને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી છે.
આમ આદમી પાર્ટી(AAP)ના શહેર પ્રમુખ દિનેશ જોષીએ જણાવ્યું હતું કે બસે 7 થી 8 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. સિટી બસ સિગ્નલ તોડે આ તેનું પરિણામ છે. વારંવાર રજૂઆત કરવા છતાં અરજી કરવા છત્તા પણ પ્રસાસન કોઈ ધ્યાન આપતું નથી. સિગ્નલે પોલીસ ઉભી રહે અને ડાઇવરો દારૂ પીને બસ ચલાવતા હોવાથી અકસ્માત થાય છે.