Gujarat Weather: કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ફરી ઉનાળાનું આગમન થયું છે. ગત દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. આ દરમિયાન રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં પણ વધારો થયો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ સાથે IMDએ કેટલાક જિલ્લાઓમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

4 જિલ્લામાં હીટ વેવ માટે યલો એલર્ટ

રાજ્યમાં તીવ્ર ગરમીની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં 15 એપ્રિલથી આકરી ગરમી પડી શકે છે. તેથી IMD એ 4 જિલ્લામાં તીવ્ર ગરમી અને હીટ વેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતનું તાપમાન ફરી 41 થી 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વિભાગે વ્યક્ત કરી છે.

કેવું રહેશે આગામી 3 દિવસનું હવામાન

આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3 દિવસ હવામાન કેવું રહેશે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જો કે આ પછી રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે 15 થી 17 એપ્રિલની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

આ વિસ્તારોમાં ગરમી વધશે

આ સિવાય હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી હીટ વેવની આગાહી કરી છે. તેથી આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.