આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10માં 157 સ્કૂલોનું રીઝલ્ટ 0% આવ્યું હતું આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ આજે ટ્વિટ કરીને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. આ મુદ્દા પર ભાજપના લોકો કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલજીએ જે ટ્વીટ કર્યું છે તે બે વર્ષ જૂનું છે. અમારું એટલું જ કહેવાનું છે કે બે વર્ષ જૂનું હોય કે પાંચ વર્ષ જૂનું હોય, પણ જે માહિતી છે તે તો સાચી છે અને ગુજરાતની હકીકત છે.

ભાજપના રાજમાં જ શિક્ષણની આ હાલત થઈ છે, તમે લોકો શિક્ષકોની ભરતી નથી કરતા, જ્ઞાન સહાયકાના નામે તમે યુવાનો અને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. હું અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું કારણ કે તેમણે ગુજરાતની શિક્ષણની કથળેલી સ્થિતિ મુદ્દે અવાજ ઉઠાવ્યો. ભાજપના નેતાઓને હું એટલું જ કહેવા માંગીશ કે ટ્વીટ કરીને નહીં પરંતુ પરિસ્થિતિ સુધારીને બતાવો. છેલ્લા પાંચ સાત વર્ષમાં તમે 5000થી વધારે સરકારી સ્કૂલો બંધ કરી દીધી છે. હકીકતમાં નવી 10,000 સરકારી સ્કૂલો ખોલવાની જરૂરત હતી. ભાજપના લોકોની પ્રાઇવેટ સ્કૂલોને મદદ કરવા માટે સરકારી સ્કૂલોને બંધ કરવામાં આવે છે અને આ વાત ગુજરાતની જનતા જાણી ગઈ છે અને આજે અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતા માટે અને ગુજરાતના વાલીઓ માટે અવાજ ઉઠાવ્યો એ બદલ હું એમનો આભાર માનું છું.