Iran US: ઈરાને અમેરિકાની સીધી વાતચીતની માંગને નકારી કાઢી છે અને ઓમાનની મધ્યસ્થીથી વાતચીત આગળ વધી રહી છે. આ વાટાઘાટો ફક્ત પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધો સુધી મર્યાદિત રહેશે. ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો વાતચીત નિષ્ફળ જશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ મુદ્દાઓ ઉકેલવા અને પ્રતિબંધો હટાવવા માટે શનિવારથી વાતચીત શરૂ થઈ ગઈ છે. આ વાટાઘાટોની જાહેરાત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઈરાન સાથે સીધી વાતચીત ઇચ્છીએ છીએ અને શનિવારે થનારી વાટાઘાટો સીધી હશે, પરંતુ અત્યાર સુધી આવું થયું નથી. ઈરાનના નિવેદનમાં જણાવાયું છે કે આ વાટાઘાટો ઈરાનની શરતો અનુસાર ‘પરોક્ષ રીતે’ થઈ રહી છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આગામી સપ્તાહે અમેરિકા સાથે ઓમાનીની મધ્યસ્થી સાથેની વાતચીત “પરોક્ષ” રહેશે અને તે ફક્ત પરમાણુ મુદ્દા અને પ્રતિબંધો હટાવવા પર કેન્દ્રિત રહેશે. જેના પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત સાંભળી નથી અને પોતાની શરતો પર વાતચીત શરૂ કરી છે.
વાતચીત પરોક્ષ રીતે ચાલુ રહેશે.”
“વાટાઘાટો પરોક્ષ રીતે ચાલુ રહેશે. ઓમાન મધ્યસ્થી રહેશે, પરંતુ અમે ભવિષ્યની વાટાઘાટો માટે સ્થળની ચર્ચા કરી રહ્યા છીએ,” વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકીએ સરકારી ટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે વાતચીત ફક્ત ‘પરમાણુ મુદ્દા અને પ્રતિબંધો હટાવવા’ પર કેન્દ્રિત રહેશે.
જો વાટાઘાટો સફળ ન થાય, તો યુદ્ધ થઈ શકે છે!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત શરૂ થાય તે પહેલાં ઈરાનને ધમકી આપી છે કે અમેરિકા ઈરાન સાથે સોદો ઇચ્છે છે. ટ્રમ્પ કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે ઈરાન પરમાણુ શક્તિ ન મેળવે અને જો અમે આ કરાર પર પહોંચી ન જઈએ તો તેના પરિણામો ઈરાન માટે ખરાબ આવશે. તેણે ઈરાન પર હુમલો કરવાની ધમકી પણ આપી, જેનું નેતૃત્વ ઇઝરાયલ કરશે.