માતાજીની આરાદ્યના માટે ઉતર ગુજરાત કંઈક અલગ પરંપરાઓ અને માન્યતાઓ ધરાવે છે. ખાસ કરીને ચૈત્ર માસ દરમિયાન અમદાવાદના કેટલાક હિસ્સાથી શરૂ કરી ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓના ગામેગામ માતાજીની આરાદ્યના માટે ભવ્ય Ramelનું આયોજન કરાય છે.

ઉતર ગુજરાતના આ Ramel પ્રસંગોમાં અનેક ગાયકો પોતાના સૂર રેલાવતા હોય છે. ત્યારે હાલ Ramel કિંગ તરીકે જાણીતા બનેલા મહેસાણાના વિસનગરના ખરવડા ગામના જયેશ ખરવડા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની આગવી છટાથી લોકોને માતાજીની આરાદ્યનામાં લીન કરી રહ્યા છે.

આ વર્ષે ચૈત્ર માસમાં 18 માર્ચથી જયેશ ખરવડાના ગામેગામ રમેલમાં માતાજીના અનેક નવા ગીતો અને જૂના ગીતો નવા અંદાજમાં લઈ આવી લોકોને મોહી લીધા છે. જયેશ ખરવડાના ચાહકો ના માત્ર ઉતર ગુજરાતમાં પરંતુ આખા ગુજરાતમાં છે અને હવે તો છેક રાજસ્થાન સુધી પણ કાર્યક્રમો કરી રહ્યા છે.

આ ચૈત્ર માસની Ramelમાં જયેશ ખરવડાએ ‘કંકુ ભરેલી કંકાવટી…’, ‘વાળ વાળ વાળ મારી વેળા તુ વાળ…’, ‘રમો..રમો માં રમ્યાની વેળા, ધૂણો…ધૂણો..માં ધૂણ્યાની વેળા..’ સહિતના અનેક ગીતોને એવો કંઠ આપ્યો છે કે, લોકો તેના દિવાના થઈ રહ્યા છે.

આ પણ વાંચો…