હાર્દિક દેવકીયા દ્વારા…

Gujarat : બે ધારાસભ્યોનો અનોખો સેવાયજ્ઞ આજે ગુજરાતભરમાં સુવર્ણ અક્ષરોમાં કંડરાઈ ગયો છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ 151 અનાથ દિકરીઓના લગ્ન કરાવી અનોખો સેવાયજ્ઞ કર્યો છે. જેની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાની મુલાકાતે હતા અને તેમણે આ મુલાકાત દરમિયાન ચકલાસી ખાતે યોજાયેલા સમુહ લગ્નમાં નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા. વાત કંઈક એમ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી શિવાજી ફાઉન્ડેશન થકી સંજયસિંહ મહીડા સમુહલગ્નોત્સવ કરતા હતા. આ વખતે ત્રીજા સમુહ લગ્નોત્સવમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ પણ આ સહભાગી બન્યા.

ચકલાસી ગામે ઉત્તરસંડા-ભાલેજ રોડ પર વિશાળ ગ્રાઉન્ડમાં આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, આર.એસ.એસ.ના હસમુખ પટેલ અને ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવ દંપતિનેને આર્શીવાદ આપતા મુખ્યમંત્રી એ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓએ વડીલોની છત્રછાયા આપી જવાબદારી લીધી છે. આ સમાજલક્ષી કાર્ય છે.  સમૂહ લગ્નમાં સામાજિકની સમરસતા પહોંચે છે. કરિયાવરની પણ સુંદર વ્યવસ્થા આયોજકોએ કરી છે. આ તબક્કે મુખ્યમંત્રીએ નવ દંપતીઓને જીવનમાં ત્રણ સંકલ્પ કરવા આહવાન કર્યું છે. વરસાદી પાણી સંગ્રહ કરવો, વૃક્ષો પ્રત્યે જતન કરવુ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો..