SRH vs PBKS IPL 2025 : બંને ટીમો વચ્ચેની આ મેચ આજે સાંજે 7:30 વાગ્યાથી SRHના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થઈ ગઈ છે અને હાલ મલિંગાએ પંજાબ કિંગ્સની બીજી વિકેટ પાડી છે. પંજાબ કિંગ્સે સાતમી ઓવરમાં 91 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. પ્રભસિમરન સિંહ 23 બોલમાં 42 રન બનાવીને આઉટ થયા. તેને ઇશાન મલિંગાએ પેવેલિયન મોકલ્યો.
આ ગ્રાઉન્ડનો પિચ રિપોર્ટ, RCB વિરુદ્ધ DCના હેડ-ટુ-હેડ આંકડા અને મેચ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ પર એક નજર નાખીએ.
હેડ ટુ હેડ રેકોર્ડ

હૈદરાબાદ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 16 IPL મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદ 9 મેચ જીતી ગયું છે અને પંજાબ 7 મેચ જીતી છે. જો આપણે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની વાત કરીએ તો, બંને ટીમો અહીં 9 વખત આમનેસામને થઈ છે. હૈદરાબાદ આમાંથી 8 મેચ જીતી ગયું છે, જ્યારે પંજાબ ફક્ત એક જ વાર સફળ રહ્યું છે.
SRH અને PBKSના પ્લેઇંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી, ઈશાન મલિંગા.
પંજાબ કિંગ્સ (PBKS)
પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંઘ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેન્સન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન.
આ પણ વાંચો…
- Maharashtra: ભયાનક અકસ્માત; પિકઅપ વાહન પલટી જતાં 6 શ્રદ્ધાળુઓના મોત; 10 થી વધુ ગંભીર રીતે ઘાયલ
- Ahmedabad: વિરમગામમાં આંગડિયા કર્મચારીના અપહરણ અને લૂંટના ગુનામાં ચારની ધરપકડ
- દિવાળી સમયે ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવીને પરિવારથી દૂર કર્યા: Isudan Gadhvi
- Ahmedabad: ફોન પકડીને એક હાથે ચલાવતો સ્કૂટર, લપસીને પડી ગયો; મોતના મોમાંથી આવ્યો બહાર
- kali chaudash 2025: આજે કાળી ચૌદશ, પૂજાની પદ્ધતિ અને વાર્તા જાણો