Amarnath Yatra શરૂ થતાની સાથે જ Amarnath Yatraએ જતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ થઈ ગયું છે. અમરનાથ શ્રાઈન બોર્ડે Amarnath Yatraને લઈને કેટલીક ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે.

Amarnath Yatraએ જતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. Amarnath Yatraને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ થઈ ગયું છે. Amarnath Yatraએ જતા શ્રદ્ધાળુઓએ તમામ સરકારી સિવિલ હોસ્પિટલના ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે.

13 વર્ષથી નાની વયનાં બાળકો, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.
Amarnath Yatraમાં નીચેના વ્યક્તિઓને મંજૂરી નથી
- 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો
- 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો
- 6 અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓ
સિવિલમાંથી વિનામૂલ્યે મળશે ફિટનેશ સર્ટી
Amarnath Yatra માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલ તેમજ પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી તપાસ અને પરીક્ષણો વિના મૂલ્યે કરવામાં આવે છે.
ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી પરીક્ષણો
- બ્લડ રિપોર્ટ
- યુરિન રિપોર્ટ
- CBC
- એક્સ-રે
- ECG
- જરૂર પડ્યે 2D ઇકો
સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી બાબતો
- યાત્રાળુઓએ લેબોરેટરીમાં યુરિન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે.
- 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઈ. સી. જી કરાવવું પડશે.
આ પણ વાંચો..
- Varanasi માં ગંગાનું પાણી ચેતવણી સ્તરથી ઉપર છે, બધા 84 ઘાટ ડૂબી ગયા
- ‘અભિનવ ભારત આતંકવાદી સંગઠન નથી’, કોર્ટે Malegaon Blast કેસના ચુકાદામાં કહ્યું
- ‘જો પુરાવાઓનો પરમાણુ બોમ્બ હોય તો તેને તાત્કાલિક વિસ્ફોટ કરવો જોઈએ’- Rajnath Singh
- ૩ ઓગસ્ટથી શરૂ થયેલી Amarnath Yatra મુલતવી, નિર્ધારિત સમય પહેલા કેમ નિર્ણય લેવામાં આવ્યો? આ કારણ સામે આવ્યું
- Rahul Gandhi નો દાવો- ‘કૃષિ કાયદા પર અરુણ જેટલીએ મને ધમકી આપી હતી’