ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક (RBI) એ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ, રેપો રેટ હવે ઘટીને 6 ટકા થઈ ગયો છે. વર્ષ 2025માં રેપો રેટમાં આ બીજો ઘટાડો છે.
ફેબ્રુઆરીમાં આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આના કારણે રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થયો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 9 એપ્રિલ 2025ના રોજ રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 9 એપ્રિલ, 2025ના રોજ રેપો રેટમાં વધુ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તે 6 ટકા પર લાવવામાં આવ્યો છે. વર્ષ 2025માં આ બીજીવાર રેપો રેટમાં ઘટાડો થયો છે. પહેલા ફેબ્રુઆરીમાં પણ આવો જ 0.25% નો ઘટાડો થયો હતો, જેમાં રેપો રેટ 6.50% થી 6.25% થયો હતો.
આનો સામાન્ય જનતા પર કેવી અસર થશે?
- હોમ લોનના વ્યાજ દરો ઘટશે, એટલે લોકો માટે લોન લેવવી વધુ સસ્તી થશે.
- માસિક ઈએમઆઈ (EMI)માં ઘટાડો થવાથી ઘર ખરીદવાનું ભારણ ઓછું થશે.
- રિયલ એસ્ટેટ માર્કેટમાં ચળપળ વધી શકે છે, કારણ કે વધુ લોકો ઘરો ખરીદવાની તરફ દોરાઈ શકે છે.
રેપો રેટ શું છે?
રેઝર્વ બેંક જ્યારે અન્ય બેંકોને શોર્ટ ટર્મ લોન આપે છે ત્યારે તે જે દરે ઉધાર આપે છે, તેને રેપો રેટ કહે છે. જો RBI આ દર ઘટાડે છે તો, બેંકો પણ સામાન્ય લોકોને આપવામાં આવતી લોન પર વ્યાજ દર ઘટાડે છે.
આ પણ વાંચો…
- Ahmedabad: 20 રૂપિયાના લાંચ કેસમાં 29 વર્ષ પછી નિર્દોષ જાહેર થયા પોલીસ કોન્સ્ટેબલ, બીજા દિવસે થઇ મોત
- CM Bhupendra Patelએ બનાસકાંઠાની દીકરીને આપેલું વચન પાળ્યું, જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનનો આપેલો કાર્યમંત્ર મુખ્યમંત્રીએ સાકાર કર્યો
- ગાંધી અને સરદારના નામે ગુજરાતમાં દારૂબંધીનું નાટક બંધ કરો, પૂર્વ સીએમ Shankarsinh Vaghelaએ પોલીસ પર કર્યા આકરા પ્રહારો
- Vadodara: સગીરે શાળામાં જુનિયર વિદ્યાર્થીની કરી હતી હત્યા, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
- Kutchમાં ગર્જ્યું બુલડોઝર, આઇકોનિક રોડ પ્રોજેક્ટ માટે તોડી પાડવામાં આવ્યા 245 ગેરકાયદે બાંધકામો





