Ahmedabad News: અમદાવાદમાં 20 એપ્રિલે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે સંમેલન યોજાનાર છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને પાટણના નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ/વીર માતાઓ માટે આ સંમેલનનું આયોજન કરાયું છે.
અમદાવાદ કેન્ટોનમેન્ટ રાવલી સ્ટેડિયમ ખાતે યોજાનાર આ આ સંમેલનનો ઉદ્દેશ નિવૃત્તિ પછીની ઉપયોગી માહિતી પૂરી પાડવા, ફરિયાદોના નિરાકરણ, દસ્તાવેજીકરણમાં થતી વિસંગતતાઓને દૂર કરવા જેવાં કાર્યોમાં સુગમતા લાવવાનો છે.
20 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્ટેશન મુખ્યાલય અમદાવાદના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં રહેતા નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ/વીર માતાઓ આ સંમેલનમાં સહભાગી થશે.
આ સંમેલનમાં સ્ટેશન મુખ્યાલય, અમદાવાદના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારો ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણના નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ/વીર માતાઓને નિવૃત્તિ પછીની ઉપયોગી માહિતી પૂરી પાડવા, ફરિયાદોના નિવારણને સરળ બનાવવા અને દસ્તાવેજીકરણમાં થતી વિસંગતતાઓને દૂર કરવા માટે વિવિધ રેકોર્ડ ઓફિસના પ્રતિનિધિઓ, પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટસ (પેન્શન) પ્રયાગરાજ, રાજ્ય સરકારી એજન્સીઓ અને બેંક અધિકારીઓ સાથે સંકલનમાં મદદ કરવાનો છે.
આ સૈનિક સંમેલનનો ઉદ્દેશ વીર નારીઓ, વીર માતાઓ, વરિષ્ઠ નિવૃત્ત સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકોને તેઓના રાષ્ટ્ર પ્રત્યે સમાજ અને સશસ્ત્ર દળો પ્રત્યેની તેમની ગંભીર અને નિસ્વાર્થ સેવા બદલ આભાર વ્યક્ત કરવા માટે છે. આ રેલીમાં મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો, વીર નારી, વીર માતા અને તેમના આશ્રિતો હાજર રહેશે, તેથી આ સૈનિક સંમેલનને ભારતીય સેના માટે આપણા નિવૃત્ત સૈનિકો અને તેમના નજીકના સગાંને તેમની રોજિંદી સમસ્યાઓમાં માર્ગદર્શન આપવાની, શિક્ષિત કરવાની તેમજ સ્થાનિક લોકો સમક્ષ સેનાની ઉતમ છબી રજૂ કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે. આ સૈનિક સંમેલન ખાસ કરીને પૂર્વ સૈનિકો, વીર નારી અને તેમના NOKની રોજિંદી સમસ્યાઓના ઉકેલ તરફ એક મોટું પગલું હશે, તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.