મહુધાથી તરંગ શર્મા દ્વારા..
Gujaratમાં ખેડા જિલ્લામાં 19 માર્ચના રોજ મહુધાના એક ગામની સગીર વયની દિકરીને ઠાસરાનો રોહિત સોલંકી નામનો યુવક ભગાડી ગયો હતો. આ દિકરીનું અપહરણ કરીને ગયેલા ઈસમે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે પોલીસ મથકે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે.
મળતી માહિતી મુજબ Gujaratમાં ખેડા જિલ્લામાં રોહિત સોલંકી (રહે.મોરઆંબલી, ઠાસરા) નામનો ઈસમ 19 માર્ચના દિવસે મહુધા તાલુકાના એક ગામની સગીર દિકરીનું અપહરણ કરી અને લઈ ગયો હતો. આ મામલે સગીરાના વાલી દ્વારા મહુધા પોલીસ મથકે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેની તપાસ મહુધા પી.આઈ. એસ.આર ચૌહાણે કરી હતી.
જેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા આરોપી ભોગ બનનારને છોડી દઈ અને મોરઆંબલી ખાતે આવી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ તપાસ માટે મહુધા પોલીસની ટીમ આ ગામમાં પહોંચી હતી. જ્યાં આ આરોપી ઈસમને ઝડપી લેવાયો હતો અને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
18 દિવસ પહેલાની આ ઘટનાની પોલીસ મથકે માહિતી મળ્યાના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- શો માટે ઘરની બહાર નીકળતી વખતે દીકરી માલતીએ આપ્યું આવું સરપ્રાઈઝ, nick jonas ખુશીથી ઉછળી પડ્યા
- Pakistanમાં ભયાનક માર્ગ અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના દુઃખદ મોત
- Trump ટેરિફ પર પ્રતિબંધના સમાચાર નકલી છે, વ્હાઇટ હાઉસે કરી તેની પુષ્ટિ
- Gujarat : દાદરા નગર હવેલીમાં બસ પલટી મારતા 20 ઘાયલ, મહિલાનું મોત
- EDએ SP નેતા વિનય શંકર તિવારીની ધરપકડ કરી, બેંક ફ્રોડ કેસમાં કાર્યવાહી